
સુજ્ઞ વિદેશમાં વસતા જ્ઞાતિજનો,
જય શ્રીકૃષ્ણ સહ જણાવવાનું કે આજે તા.૨૮.૮.’૨૩ ના રોજ આ વર્ષના દીપોત્સવ- રસોત્સવ: ૨૦૨૩ ની મિટીંગ સંપન્ન થઈ તેમાં આવતા વર્ષે કરવા ધારેલ વાઈબ્રેન્ટ- દીપોત્સવ -૨૪ માટે અનેક સકારાત્મક ચર્ચા વિચારણાઓ થઈ. જે અંતર્ગત થયેલ મુદ્દાઓ મુજબ છે.
આવતા વર્ષે તા.૩૧ ઓકટોબર તથા ૧ તથા ૨ નવેમ્બર, ૨૦૨૪ ના ત્રણ દિવસોએ વાઈબ્રેન્ટ- દીપોત્સવ: ૨૪ ના ત્રિદિવસીય કાર્યક્રમ અંગે અનેક ચર્ચાવિચારણા – મીટીંગો બાદ ત્રણે દિવસના ૬ સમયના વૈવિધ્યસભર મેનુ સાથે દાહોદની વેરાયટી ગણાતા તમામ દિવસોના સવાર અને સાંજના નાસ્તા, ત્રણેય દિવસના રાતના સમયના રંગારંગ કાર્યક્રમ, દાહોદની આસપાસ ફરવાલાયક સ્થળોની મુલાકાત વગેરેનો અંદાજિત કાર્યક્રમ નક્કી કર્યો છે.
🚩🥘🥗🫕🍱🚩
હવે આમાં મહત્વનો મુદ્દો એ છે કે વાઈબ્રન્ટ દીપોત્સવના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં અંદાજે ૫૦૦ થી ૭૦૦ વિદેશથી આવતા જ્ઞાતિજનો સહિત કુલ ૩૦૦૦ સમાજવાસીઓ લાભ લેશે. જેમાં છ સમયનું જમવાનું, છ સમય ચાહ નાસ્તા, પાર્ટી પ્લોટ, રાતના કાર્યક્રમો, ફરાસખાના, સાઉન્ડ સિસ્ટમ, વિદેશથી આવતા સગવડ ન ધરાવતા લોકો માટે ઉતારા માટેની હોટલ, સફાઈ, ટ્રાન્સપોર્ટેશન, ફટાકડા, સિક્યુરિટી, લાઈટ બીલ અને ઈવેન્ટ મેનેજમેન્ટ સહિત આશરે લગભગ રૂ.૧.૫ કરોડનો ખર્ચો અંદાજાયો છે.
તો આપ આ બાબતે શું વિચારો છો તે પ્રતિભાવ આગામી સપ્તાહમાં જ જણાવી દેશો તો આયોજન વધુ સરસ રીતે થઈ શકશે.
આના પ્રતિભાવ નીચે દર્શાવેલ ફોર્મ ભરીને આપ તા.15.12.2023 સુધીમાં સબમિટ કરો તો તે જરૂરી છે. આપના સાથ સહકાર દ્વારા જ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે શક્ય અને ચિરકાલીન સ્મરણીય બનશે તેની અમારી જવાબદારી રહેશે. આભાર…
🚩🎉🚩🎉🚩
- મૃણાલ પરીખ
- ગોપી દેસાઈ
- પરાગ શાહ
- સચિન દેસાઈ
- અંકિત ચોકસી
- ઉદય શાહ
- સંજીવ દેસાઈ
- ગોપી શેઠ(અમેરિકા)
વાઈબ્રન્ટ દીપોત્સવ સમિતિ
શ્રી દશાનીમા વણિક સમાજ, દાહોદ